rolex  replica 

સર્વોદય પરિવાર ટ્રસ્ટ

સાદરા દશા દિશાવળ વણિક સમાજ

સ્થાપના વર્ષ : 1979 રજી. નં ઈ -3655


સંસ્થા દર્પણ

સુજ્ઞ જ્ઞાતિજનો, યુવાનો, ભાઈઓ તથા બહેનો,

"સર્વોદય પરિવાર ટ્રસ્ટ" આપણા સમાજ ની એક અગ્રીમ અને મુખ્ય સંસ્થા છે. સંસ્થાની સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃતિઓ થી આપ સૌ પરિચિત છો જ...
શૈક્ષણિક, મેડીકલ, સામાજિક અને સાંસ્કૃતિક જેવી રચનાત્મક અને વિકાસશીલ પ્રવૃતિઓ થી આજે સંસ્થા અને સમાજ નો આજે વિકાસ થઇ રહ્યો છે...
યુવાશક્તિ અને અનુભવીપણાના સમન્વય થી સમાજનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની રહ્યું છે.
"સર્વોદય પરિવાર ટ્રસ્ટ".. આપ જાણો છો તેમ ઘણા વર્ષો થી અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરતું આવ્યું છે...

શૈક્ષણિક ક્ષેત્રે.. રાહતદરે નોટો-ચોપડા વિતરણ, શૈક્ષણિક આર્થિક સહાય અને જ્ઞાતિ ના તેજસ્વી બાળકો ને સન્માનવા ઇનામ વિતરણ જેવી પ્રવૃતિઓ નું આયોજન.

મેડીકલ ક્ષેત્રે... મહિના માં બે વખત મેડીકલ ચેકઅપ થકી છેલ્લા ૧૧ વર્ષ થી નિયમિત રીતે મેડીકલ કેમ્પ નું આયોજન.. મેડીકલ આર્થિક સહાય, મેડીકલ ઇન્સ્યોરન્સ તથા બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃતિઓનું આયોજન.

સંસ્થાકીય ક્ષેત્રે.. દર માસે સંપૂર્ણ માહિતીસભર "વણિકબંધુ" મેગેઝીન નું નિયમિત પ્રકાશન, પરદેશ ના મેમ્બરો ને વણિકબંધુ ની "E -Copy" તથા જ્ઞાતિજનોના નામ સરનામાં ફોન નંબર સહીત ની કૌટુંબિક અને વ્યવસાયિક માહિતી સાથે ની ડીરેક્ટેરી નું સમયાંતરે પ્રકાશન ઉપરાંત સર્વોદય સહાય સુરક્ષા યોજના થકી જ્ઞાતિજનો ને આર્થિક સહાય.

મિત્રો,
આપ સહુ જાણો છો તેમ આવી અનેકવિધ પ્રવૃતિઓ પાછળ "આર્થિક યોગદાન " અતિ મહત્વ નું પાસું છે... સંસ્થા ને આજ સુધી જે કોઈ દાતાશ્રીઓએ તન-મન-ધન થી સાથ સહકાર આપેલ છે તે સહુ ની સંસ્થા ઋણી છે... ભવિષ્ય માં આવો જ સાથ સહકાર મળી રહેશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે.
સર્વોદય પરિવાર ટ્રસ્ટ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી સમાજલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ, યોજનાઓ નિયમિત સાકાર બનતી આવી છે.
મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે સંસ્થા આગામી સમયમાં પણ આવી જ રચનાત્મક અને વિકાસાત્મક પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવા જઈ રહી છે.
જેમાં આપને જાણવું તો..
સંસ્થા ટૂંક સમય માં જ્ઞાતિજનોના નામ-સરનામાં- ફોનનંબર સહીતની "કૌટુંબિક કમ બિઝનેસ ડિરેક્ટરી" પ્રકાશિત કરવા જઈ રહી છે. જેના થી દરેક જ્ઞાતિજનો ને કૌટુંબિક તથા વ્યવસાયિક માહિતી ઉપલબ્ધ બની રહેશે.
સંસ્થાએ આ વર્ષ થી દર વર્ષે દિવાળી બાદ તુરંત જ સમગ્ર જ્ઞાતિજનો નું "સ્નેહ સંમેલન" (Get to gather) ના એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેના થી એક જ દિવસે, એક જ જગ્યા સમયે સૌ સાથે મળી, અરસ-પરસ, કૌટુંબિક, સામાજિક અને વ્યવસાયિક શુભેચ્છાઓ પાઠવી એકબીજા પ્રત્યે આત્મીયતાનો એક મજબુત સેતુ બાંધશે
પરદેશ માં વસતા મેમ્બરો ને વણિકબંધુ પ્રકાશિત થયા બાદ તુરંત જ "E -COPY " ના સ્વરૂપે તે મળી રહે તેવું આયોજન આગામી સપ્ટેમ્બર માસથી સંસ્થા દ્વારા અમલમાં આવનાર છે. પરદેસ માં વસતા તમામ સભાસદોએ પોત-પોતાના Email -ID સંસ્થા ને તુરંત જ મોકલી આપવા વિનંતી.
સંસ્થા દ્વારા આગામી સમય માં "મહિલા પ્રવૃતિઓ" તેમજ "યુવા પ્રવૃતિઓ" ને ખાસ પ્રાધાન્ય આપવામાં આવનાર છે. જેની માહિતી આપ સૌને વણિકબંધુ દ્વારા મળતી રહેશે..
અંત માં ફરી એક વાર આપ સહુનો સંસ્થા વતી ખુબ ખુબ આભાર માની આ સાથે વિરમું છું.


"જય શ્રી રાધે."